કર્મ નો સિદ્ધાંત


ઘણા લોકો હમેશા એવી ફરિયાદ કરતા હોય કે મારી સાથે બધું ખરાબ થાય છે. 

મને શા માટે આવું ખરાબ ફેમીલી મળ્યું ? 
મને શા માટે હેન્ડીકેપ બનાવ્યો ?
મને શા માટે ગરીબ રાખ્યો ?
મને કેમ લાઈફમાં મુશ્કેલીઓ આવે છે ?
મને કેમ ઓછી બુદ્ધિ મળી હશે ? વગેરે....

ઉપરના બધા પ્રશ્નનો જવાબ છે "કર્મનો સિદ્ધાંત"

જેમ સાયન્સમાં ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ન્યુટનને ખબર પડી, તેને શોધ કરી તે પહેલા પણ સફરજન તો ઉપરથી નીચે આવતું હતું, નિયમ તો દુનિયામાં હતો . એવી રીતે કર્મની ગતિનું છે. કર્મનો સિધ્ધાંત એટલે કર્મનું સાયન્સ આપણને કદાચ ખબર નો પડે તો પણ તેનું અસ્તિત્વ તો છે ! અને તે તેની ડીઝાઇન પ્રમાણે વર્ક કરે.

ખરેખર તો આપણે સિધ્ધાંત સમજી લેવો જોઈએ. "કર્મના સિદ્ધાંત" ટૂંકમાં સમજાવું તો...

. દુનિયામાં કોઈને પણ ક્યારેય અન્યાય થતો નથી. તમે કરેલું તમે ભોગવો છો. કર્મના સિદ્ધાંતમાં પુનઃ જન્મની કલ્પના આવી ગઈ.
. દુનિયા એક સુવ્યવસ્થિત રચના છે, નહિ કે કોઈ એકસીડન્ટ !
. જેમ કોમ્પ્યુટરની દુનિયામાં કોઈ ડેવલોપરે કોડીંગ કરેલું હોય તે પ્રમાણે વેબ સાઈટ ચાલે તેમ સર્જનહારે પણ બહારની દેખાતી દુનિયાની પાછળ જોરદાર અને સુપ્રીમ ઈન્ટેલેકચ્યુઅલ કોડીંગ કરેલું છે. 
. કોડીંગનું જ્ઞાન મેળવીને સમજી લેવું અને તેના આધારે જીવવું તે એટલે "શ્રદ્ધા" 

કર્મના સિધ્ધાંતને વધુ સમજવા માટે હીરાભાઈ ઠક્કરની "કર્મનો સિધ્ધાંત" એકવાર અચૂક વાંચી લેવી !!