ભણતર પ્રત્યે નો અભિગમ


 “હું જ્યારે ૭મા ધોરણ માં ભણતો હતો ત્યારે પોરબંદરનીરણજી એકેડમીમાટે મારું સિલેક્શન થયુ હતુ….પણ, ભણતર ને રમત-ગમત કરતા વધુ પ્રાધાન્ય આપતા મારા માતા-પિતાએ મને ત્યાં જવા દીધો
       -  વાચક મિત્ર
જ્યારે મે તેમની વાત સાંભળી ત્યારે મને થયુ કે એવા તો કેટલાયે લોકો છે કે જેમને ભણવા કરતા અન્ય બાબતો માં વધુ રસ હોવાને લીધે કદાચ તેઓ એંજીનીયર, ડૉક્ટર કે સી.. ના બની શક્યા પણ તેમના કરતા પણ વધુ સફળ બન્યા!!
આવા કેટલાક લોકો વિશે નીચે માહિતી આપું છુ! - “તારે ઝમીન પર ફિલ્મ તો યાદ હશે !!
1)

 સચિન તેંડુલકર

                                                                     
મહાશય ને ભારત માં કોણ નથી ઓળખતું? ક્રિકેટ નો ભગવાન ક્યારેય કોલેજ નથી ગયો તો તમને ખબર હશે!
2)

સ્ટીવ જોબ્સ

  

ટેક્નોલોજીની દુનિયા માં ક્રાંતિ લાવનાર સ્વ. સ્ટીવ જોબ્સ કોલેજ માં ફક્ત સેમેસ્ટર ભણી ને ઊઠી ગયા હતા !
 3 

ધીરૂભાઈ અંબાણી



છે કોઈ ગુજરાતી જે ઊદ્યોગપતિ ને નથી ઓળખતું? તેમણે ૧૬ વર્ષની વયે મેટ્રીક ની પરીક્ષા આપીને રિઝલ્ટની પણ રાહ જોયા વિના મધ્ય એશિયા તરફ કામ કરવા માટે દોટ મૂકી હતી!
4)

બિલ ગેટ્સ



હાર્વડ યુનિવર્સિટી માંથી ડિગ્રી પૂરી કર્યા વિના ઊઠી ગયેલો એક રખડુ છોકરો દુનિયા નો સૌથી અમીર વ્યક્તિ બની ગયો!
5)

સ્ટીવન સ્પીલબર્ગ



દુનિયાને સર્વશ્રેષ્ઠ ફિલ્મો પૂરી પાડનાર સ્પીલબર્ગનેફિલ્મ મેકીંગ ઈંસ્ટીટ્યુટમાં એડમિશન પણ નહ્તુ મળ્યું!!
6)

માર્ક ઝુકરબર્ગ



હાલમાં સમગ્ર દુનિયાનેફેસબૂકવડે જોડીને પોતાના તાલે નચાવનાર માર્ક ઝૂકરબર્ગ ક્યારેય પોતાની ડિગ્રી પૂરી કરી શક્યો નથી….બિલ ગેટ્સની જેમ તેણે પણ હાર્વડ યુનિવર્સિટી માંથી પોતાનો અભ્યાસ પડતો મૂક્યો છે!
આવા તો કંઈ કેટલાયે ઊદાહરણૉ છે….અહીં કહેવાનું તાત્પર્ય નથી કે ભણવું કંઈ કામ નું નથીપરંતુ બોધ છે કે,

વ્યક્તિ (બાળક) ને જેમાં રસ-રુચિ હોય તે ફિલ્ડ માં આગળ વધવા દો….દુનિયા બહુ મોટી છેક્યાંય ને ક્યાંયથી તો કમાઈ લેશેકોને ખબર! સચીન ને ફરજિયાત એના પિતાએ કોલેજ કરાવી હોત તો કદાચ ક્યારેય પાસ પણ ના થઈ શક્યો હોત!