સ્વ મૂલ્યાંકન

એક નાનો છોકરો એક ટેલીફોન બુથ ના કેશ કાઊંટર પર જઈને એક નંબર લગાવે છે અને કોઈ ની સાથે વાત કરે છે, દુકાન નો માલિક તેની વાતોને ધ્યાનથી સંભાળે છે.

છોકરો : એક મહિલાને ઉદ્દેશીને, મારે મેં લીધેલી લોન ના બાકી હપ્તા ભરવા છે, તેથી મારે પૈસા ની ખુ જરૂર છે, સુશ્રી શું તમે મને તમારા બગીચામાં ઘાસ કાપવાની નોકરી પર રાખશો?

મહિલા: (જો ફોનના બીજા છેડે છે)" મારી પાસે પહેલાથીજ ઘાસ કાપવા માટે કોઈ છે
છોકરો: પરંતુ તમારા હાલના કારીગર કરતા હું તમને કામ અડધી રકમમાં કરી આપીશ.
મહિલા: ભલે પરંતુ હું મારા હાલના કારીગરના કામથી પુરેપુરી સંતુષ્ટ છું.
છોકરો: (વધારે ભાર પૂર્વક) સાથે સાથે હું તમારા ઘરની સાફસફાઈ કરી આપીશ અને તે પણ બિલકુલ મફતમાં.
મહિલા: ના, આભાર.

ત્યાર પછી છોકરો મોઢા પર સ્મિત સાથે ફોન મૂકી દે છે.
દુકાન નો માલિક જે અત્યાર સુધી સંવાદ ચાલતો હોય છે તે સંભાળતો હોય છે, તે છોકરાને તેની પાસે બોલાવે છે.

દુકાનદાર: દીકરા. મને તારો સ્વભાવ ખુબ ગમ્યો, મને તારું હકારાત્મક વલણ પણ ખુબ ગમ્યું, જો હું તને નોકરીની ઓફર કરું તો શું તું મારે ત્યાં કામ કરવા માટે રાજી થઈશ?
છોકરો: ના, આભાર.

દુકાનદાર: પરંતુ તારે નોકરીની ખુબ જરૂર છે, અને તું નોકરી શોધી પણ રહ્યો છે, છોકરો : નહિ શ્રીમાન, હાલ માં હું નોકરી કરીજ રહ્યો છું, આતો માત્ર હું મારી કામગીરીનું મૂલ્યાંકન કરી રહ્યો હતો, હું એજ કારીગર છું જેમના વિષે પેલા સુશ્રી વાત કરી રહ્યા હતા.

આને કહેવાય "સ્વ મૂલ્યાંકન !"

મોરલ ઓફ સસ્ટોરી :

વ્યક્તિએ સમયે સમયે પોતાના જીવનનું સ્વમુલ્યાંકન કરી જોવું જોઈએ કે મને મારા માલિકે (ભગવાને) શા માટે મોકલ્યો ? ને હું શું કરી રહ્યો છું ? માલિકની અપેક્ષા પ્રમાણેનુ જીવન જીવતા હશું તો તે જીવનને રંગ છે સુગંધ છે.